India, Electoral Autocracy સ્વીડનની વી-ડેમ સંસ્થાનો રિપોર્ટ - વર્ષ 2018થી ભારતમાં 'ચૂંટાયેલી સરમુખત્યાર સરકાર' જેવો માહોલ

રિપોર્ટમાં દાવો - ધાર્મિક અધિકારોની સ્વતંત્રતાનું દમન, રાજકીય વિરોધીઓ અને સરકારની નીતિઓનો વિરોધ કરનારાઓને ધાકધમકી આપવી વગેરે જેવા મુદ્દે ભારત દેશમાં ચિંતાજનક સ્થિતિ

India, Electoral Autocracy  સ્વીડનની વી-ડેમ સંસ્થાનો રિપોર્ટ - વર્ષ 2018થી ભારતમાં 'ચૂંટાયેલી સરમુખત્યાર સરકાર' જેવો માહોલ
India, Electoral Autocracy  સ્વીડનની વી-ડેમ સંસ્થાનો રિપોર્ટ - વર્ષ 2018થી ભારતમાં 'ચૂંટાયેલી સરમુખત્યાર સરકાર' જેવો માહોલ

WND Network.New Delhi : ભારતમાં વર્ષ 2018થી 'ચૂંટાયેલી સરમુખત્યાર સરકાર' જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેમાં લોકોના ધાર્મિક અધિકારોની સ્વતંત્રતાનું દમન કરવામાં આવી રહ્યું છે. રાજકીય વિરોધીઓ અને સરકારની નીતિઓનો વિરોધ કરનારાઓને ધાકધમકી આપવી, મીડિયાની સ્વતંત્રતા ઉપર તરાપ મારવી, શિક્ષણ સંસ્થાઓમાં રાજકીય ચંચુપાત વગેરે જેવા લોકશાહની પાયામાં રહેલા મામલાઓમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. સ્વીડનની V-Dem નામની સંસ્થાએ ડેમોક્રેસી રિપોર્ટ 2024 માં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં 2023 માં, ભારતનો એવા ટોચના 10 દેશોમાં સમાવેશ થયો છે, જ્યાં લોકશાહી પોતે જ એક રીતે કાં તો સરમુખત્યારશાહીમાં ફેરવાઈ ગઈ છે અથવા તો દેશમાં જાણે કે નિરંકુશ શાસન પ્રણાલી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. 

પોતાના રાજકીય વિરોધીઓને દબાવવા માટે ભાજપની રાજ્યોની સરકારો અને કેન્દ્રની મોદી સરકાર દ્વારા અવાર-નવાર કાયદાનો દુરુપયોગ અને સેન્ટ્રલ એજન્સીઓનો ઉપયોગ કરી રહી હોવાનો આક્ષેપ વિરોધપક્ષ દ્વારા થઇ રહ્યો છે. તેવામાં સ્વીડનની સંસ્થાએ ભારતમાં 'ચૂંટાયેલી સરમુખત્યાર સરકાર' જેવો માહોલ અંગેનો રિપોર્ટ પ્રકાશિત કરીને ભારતમાં જે પ્રકારે ધાર્મિક અધિકારોની સ્વતંત્રતાનું દમન, રાજકીય વિરોધીઓ અને સરકારની નીતિઓનો વિરોધ કરનારાઓને ધાકધમકી આપવી, શિક્ષણ સંસ્થાઓમાં દખલગીરી વગેરે જેવા વિવિધ મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

સ્વીડનની વેરાઈટી ઓફ ડેમોક્રેસી એટલે કે વી-ડેમ નામની સંસ્થાએ દુનિયાના અન્ય દેશોની સાથે સાથે ભારતમાં તંદુરસ્ત લોકશાહી અંગેના જે વિવિધ માપદંડો કે નીતિઓ છે તેમાં ચિંતાજનક રીતે ઘટાડો થઇ રહ્યા અંગે ઈશારો કર્યો છે. ખાસ કરીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર જે રીતે UAPAના કાયદામાં સુધારો કરીને ભારતીય બંધારણમાં બિન-સાંપ્રદાયિકતા સવિશેષ ભાર મુકવામાં આવ્યો હતો તેમાં સરકારની કટિબદ્ધતા ઘટી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખાસ કરીને કેન્દ્રની મોદી સરકાર દ્વારા જે રીતે તેમની ટીકા કરતા લોકો, સંસ્થાઓ સામે જે રીતે રાજદ્રોહ, માનહાનિ અને આતંકવાદ વિરોધી કાયદાનો ઉપયોગ કર્યો છે તે અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

માત્ર એટલું જ નહીં પરંતુ વિપક્ષને જે રીતે મોટી સંખ્યામાં સંસદમાંથી બહાર કરીને કાયદાઓ પસાર કરવામાં આવી રહ્યા છે, તેમને ડરાવી ધમકાવીને તેમના ઉપર સરકારી નિયંત્રણ કરવા માટેના પ્રયાસો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર સરકારનું નિયંત્રણ, સરકારની ટીકા કરતા મીડિયા સંસ્થાન અને પત્રકારોને ધમકાવવા, એમને જેલમાં પુરી દેવા, લાંબા સમય સુધી જામીન ન મળે તેવી સ્થિતિ પેદા કરી દેવી વગેરે હરકતોને કારણે પણ ભારતમાં જાણે કે, ચૂંટણી થકી અસ્તિવમાં આવેલી સાશન વ વ્યવસ્થા અથવા નિરંકુશ સાશન વ્યવસ્થા જેમાં મોબ લીંચિંગ જેવા ઘટનાઓ, લઘુમતીઓને નિશાન બનાવવા વગેરે જેવી સ્થિત અંગે પણ રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. 

મોદી નંબર વન બને તો ન્યૂઝ આવે પણ આ સમાચાર નહીં આવે : ભારતમાં મીડિયા હવે સ્પષ્ટ રીતે બે ભાગમાં વહેંચાય ગયું છે. એક જે સરકાર રહેમ નજર હેઠળ મબલખ રેવન્યુ મેળવીને તેમની વાહવાહી કરી રહ્યું છે. જેને ગોદી મીડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજા એવા લોકો જે લોકોના પ્રશ્નને, વિપક્ષને પૂરતું મહત્વ આપે છે. દુનિયાના કોઈપણ ખૂણેથી પણ જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્વેમાં નંબર વન આવ્યા, વૈશ્વિક કે વિશ્વગુરુ બન્યા એવા ન્યૂઝ આવે તો તેને ફર્સ્ટ પેજ ઉપર સ્થાન આપે છે. પરંતુ સ્વીડનની સંસ્થાએ ભારતમાં લોકશાહીની સ્થિતિ અંગે રિપોર્ટ આપે તો તેને કાં તો પબ્લિશ કરવામાં નહીં આવે અથવા તો દેશ-વિદેશના પેજ ઉપર સાવ નીચે ખૂણામાં એક ફકરામાં સ્થાન આપી દઈને 'અમે ન્યૂઝ લીધા છે' તેવો દંભ કરશે.