ભારતમાં કોરોનાએ ફરી ઝડપ પકડી, જાણો કયા રાજ્યમાં કેટલા કેસ મળી રહ્યા છે...

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 8,822 નવા કેસ નોંધાયા છે...

ભારતમાં કોરોનાએ ફરી ઝડપ પકડી, જાણો કયા રાજ્યમાં કેટલા કેસ મળી રહ્યા છે...

વેબ ન્યૂઝ દુનિયા.દિલ્હી : ભારતમાં કોરોના (કોવિડ 19 કેસ)ના કેસોમાં વધારો થયો છે. એક દિવસ બાદ કોરોનાના 8 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 8,822 નવા કેસ નોંધાયા છે. ગઈકાલે એટલે કે મંગળવારની સરખામણીમાં આજે કોરોનાના કેસોમાં 33 ટકાથી વધુનો વધારો થયો છે. મંગળવારે દેશભરમાં કોરોનાના 6,594 કેસ નોંધાયા હતા.

દિલ્હીમાં પણ કોરોનાએ જોર પકડ્યું...

દિલ્હીમાં કોરોનાની ઝડપ ફરી વધી રહી છે. મંગળવારે દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાના 1000થી વધુ કેસ સામે આવ્યા છે. આવી સ્થિતિમાં દિલ્હી સરકાર કોરોનાના સંક્રમણ દરને લઈને ગંભીર બની છે. સરકારે તમામ કલેક્ટરને સ્થિતિ પર નજર રાખવા માટે કહ્યું છે. દિલ્હી સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, લેફ્ટનન્ટ ગવર્નરે આ મુદ્દે સૂચના આપી છે. આ જ આધાર પર મુખ્ય સચિવે તમામ કલેક્ટરને કામ કરવા માટે કહેવાયું છે.

અમદાવાદમાં કોરોના સંક્રમણ ફરી માથું ઊંચકી રહ્યું છે. શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં જ 217 કેસ નોંધાયા છે, શહેરમાં હાલ 207 જેટલા એક્ટિવ કેસ છે જેમાંથી 157 એક્ટિવ કેસ પશ્ચિમ અમદાવાદના 5 વોર્ડમાં છે. પરિસ્થિતિને જોતાં મ્યુનિ.એ આ વિસ્તારમાં વધુ તકેદારી રાખવા સૂચના આપી છે. કોરોનાનું સંક્રમણ રોકવા બુધવારથી કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતા મંદિર એસટી સ્ટેન્ડે કોરોનાના ટેસ્ટિંગ માટેના ડોમ ફરી શરૂ કરવામાં આવશે.

શહેરમાં 97 દિવસ પછી રોજિંદા કેસનો આંકડો 44 થયો છે. 32 દર્દી સાજા થતાં તેમને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે પણ એક પણ દર્દીનું અવસાન થયું નથી. ઉલ્લેખનીય છેકે, શહેરમાં અગાઉ 2 માર્ચે 47 કેસ નોંધાયા હતા. જે બાદ 97 દિવસ પછી શહેરમાં કોરોનાના 44 કેસ સામે આવ્યા છે. છેલ્લા 3 દિવસમાં શહેરમાં 100થી વધુ કેસ નોંધાયા છે.