આણંદમાં મહિલા RACની ટ્રાન્સફર બાદ જિલ્લા કલેક્ટરને સરકારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા, જાણો શા માટે બે મહિલા RACને બદલવામાં આવ્યા હતા...

ભાજપના સંગઠન પત્રિકાકાંડ અને રાજીનામાની ઘટનાઓ વચ્ચે ગુજરાતનું વહીવટી તંત્ર પણ ચર્ચાનો વિષય બન્યું

આણંદમાં મહિલા RACની ટ્રાન્સફર બાદ જિલ્લા કલેક્ટરને સરકારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા, જાણો શા માટે બે મહિલા RACને બદલવામાં આવ્યા હતા...

WND Network.Gandhinagar : ગુજરાત ભાજપના સંગઠનના પત્રિકાકાંડ-રાજીનામાની ઘટના વચ્ચે ગુજરાતનું વહીવટી તંત્ર પણ હવે ચર્ચાને ચગડોળે ચઢ્યું છે. જેની પાછળ ગેસ કેડરની બે મહિલા અધિકારીની ટ્રાન્સફર બાદ બુધવારે આણંદ જિલ્લાના કલેક્ટરને સરકારે સસ્પેન્ડ કરવાની ઘરના જવાબદાર છે. મંગળવારે જયારે રાજ્ય સરકારે આણંદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા ગેસ કેડરના મહિલા ઓફિસર કેતકી વ્યાસની ટ્રાન્સફર કરી ત્યારે જ વહીવટી આલમમાં ચર્ચા હતી કે, ટૂંક સમયમાં કોઈ વધુ બદલી કે સસ્પેનશન થઇ શકે છે. પ્રમોટી આઈએએસ અધિકારી ગઢવીને સસ્પેન્ડ કરીને સરકારે ક્લિયર મેસેજ આપી દીધો છે કે, સરકાર નૈતિકતાને લઈને કોઈપણ જાતનું ચલાવી લેવામાં આવશે નહીં. આણંદ જિલ્લાની જેમ સુરેન્દ્રનગરમાં પણ સરકારે મહિલા RACને બદલી નાખ્યા છે. જો કે તેમાં મહિલા અધિકારી તરીકે પ્રામાણિકતાથી ફરજ બજાવનાર ડી.આઈ.ભગલાણીને બિન ખેતીની ફાઈલમાં ઉપરી અધિકારી સાથે યોગ્ય ટયુનિંગ ન રાખવાની ખોટી રીતે સજા રૂપી બદલી કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.  

આણંદ જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવતા વર્ષ 2008ની બેચના પ્રમોટી IAS અધિકારી ડી.એ.ગઢવીની ચેમ્બરના સીસીટીવી ફૂટેજ ગાંધીનગર સીએમઓ સુધી પહોંચવાને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. કલેક્ટરની ચેમ્બરના આ ફુટેજને ગાંધીનગર સુધી મોકલવામાં એક મહિલા અધિકારીની ભૂમિકાની ખાસ્સી એવી ચર્ચા થઇ રહી છે. કલેક્ટર ગઢવીને બુધવારે સસ્પેન્ડ કર્યા પહેલા રાજ્ય સરકારે એક દિવસ પહેલા જ મંગળવરે ગેસ કેડરના નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસની ટ્રાન્સફર કરી દીધી હતી. 

અન્ય એક ઘટનાક્રમમાં સુરેન્દ્રનગરના મહિલા RAC દર્શનાબેન ભગલાનીને પણ સરકારે સુરેન્દ્રનગરથી બદલીને ગીર સોમનાથ જિલ્લામાં DRDAના નિયામક તરીકે મુક્યા છે. મહિલા અધિકારી દર્શનાબેન પાસે આવતી બિન ખેતીની ફાઈલો સુરેન્દ્રનગરના કલેક્ટર કેયુર સંપત તેમની પાસે લઇ લેતા હોવાના વિવાદ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની તપાસ કે કાર્યવાહી કર્યા વિના જ મહિલા અધિકારી દર્શનાબેનને બદલવામાં સરકારે કયાંક કાચું કાપ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ચૂંટાયેલા લોકોથી માંડીને સામાન્ય લોકો પણ આ મહિલા અધિકારીની કામગીરીથી ખુશ હતા ત્યારે કયા અધિકારના મિસ બ્રીફિંગને પગલે આ ટ્રાન્સફર થઇ છે તે વાત પણ ગુજરાતના વહીવટી આલમમાં ચર્ચાનો વિષય બની છે. 

કલેક્ટરનો ચાર્જ લેનારા DDO બાપના માહિતી મેળવવા રાતે જતા હતા : આણંદ જિલ્લાના કલેક્ટર IAS અધિકારી ડી.એસ.ગઢવીને સસ્પેન્ડ કરીને સરકારે તેમનો ચાર્જ વર્ષ 2017ની બેચના IAS જિલ્લા વિકાસ અધિકારી (DDO) મિલિન્દ બાપનાને સોંપ્યો છે. IAS બાપનાની કામગીરી પણ ચર્ચામાં રહેલી છે. ગરીબ કલ્યાણ મેળા સહિતની સરકારી યોજનાઓ અંગેની માહિતી લેવા માટે તેઓ રાતે જતા હતા. જેને લઈને મહિલા અધિકારીઓમાં કચવાટ હતો. IAS મિલિન્દ બાપના ગાંધીનગરના DDO સુરભી ગૌતમના પતિ છે. દાહોદમાં તેઓ જયારે DDO હતા ત્યારે એક મહિનામાં જ તેમને બદલીને આણંદ જિલ્લામાં મુકવામાં આવ્યા હતા.