Breaking : 109 IASની બદલી, કચ્છમાં રાણાની જગ્યાએ કલેક્ટર તરીકે રાજકોટના મ્યુનિ. કમિશનર અમિત અરોરા, DDO-ભુજના પ્રાંત ઓફિસર પણ બદલાય

રાણાને પ્રમોશન આપી વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

Breaking : 109 IASની બદલી, કચ્છમાં રાણાની જગ્યાએ કલેક્ટર તરીકે રાજકોટના મ્યુનિ. કમિશનર અમિત અરોરા, DDO-ભુજના પ્રાંત ઓફિસર પણ બદલાય

WND Network.Bhuj (Kutch) : લાંબા સમયથી જેની અટકળો કરવામાં આવતી હતી તેવી આઈએએસ ઓફિસરની બદલીના રાજ્ય સરકાર દ્વારા હુકમ કરવામાં આવ્યા છે. રાજ્યના વહીવટી તંત્રમાં ટોપ ટુ બોટમ સુધીના અધિકારીઓને સરકારે બદલી નાખ્યા છે. કુલ 109 સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં કચ્છમાંથી પણ ત્રણ IASને બદલવામાં આવ્યા છે. કચ્છના હાલના કલેક્ટર એવા ગુજરાતી IAS દિલીપ રાણાને સુપર ટાઈમ સ્કેલમાં પ્રમોશન આપીને તેમને વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે. જયારે કચ્છના નવા કલેક્ટર તરીકે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાને મુકવામાં આવ્યા છે. કચ્છ કલેક્ટરની સાથે સાથે DDO ભવ્ય વર્મા તથા ભુજના પ્રાંત અધિકારી અતિરાગ ચપલોતની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે.  

કચ્છના નવા જિલ્લા વિકાશ અધિકારી તરીકે ગાંધીનગરમાં સ્વચ્છ ભારતમાં મિશન ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા પ્રમોટી IAS અધિકારી એસ.કે.પ્રજાપતિને મુકવામાં આવ્યા છે.