Kutch : સોપારી કાંડના પંકજ ઠક્કરની જામીન અરજીનું 'તારીખ પે તારીખ'નું રહસ્ય શું છે ? ગુજરાત હાઇકોર્ટ એક વખત તેની બેઈલ એપ્લિકેશન ફગાવી ચુકી છે...

દાણચોરીમાં સામેલ અન્ય આરોપી અનિલ તરુણ પંડિતની જમીન અરજી ભુજ કોર્ટે ફગાવી દેતા મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે

Kutch : સોપારી કાંડના પંકજ ઠક્કરની જામીન અરજીનું 'તારીખ પે તારીખ'નું રહસ્ય શું છે ? ગુજરાત હાઇકોર્ટ એક વખત તેની બેઈલ એપ્લિકેશન ફગાવી ચુકી છે...

WND Nedtwork.Bhuj (Kutch) : કચ્છના ચર્ચાસ્પદ સોપારી કાંડ અને ત્યારબાદ થયેલા કરોડો રૂપિયાના તોડકાંડમાં ધીમે ધીમે બધુ 'સેટલ' થઇ રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. તોડકાંડમાં સપડાયેલા આરોપીઓ ભુજની ખાસ જેલમાંથી બહાર આવી રહ્યા છે તેવામાં સમગ્ર કાંડનો માસ્ટર માઈન્ડ એવો ગાંધીધામના રહેવાસી દાણચોર પંકજ ઠક્કરની જામીન અરજી ઉપર 'તારીખ પે તારીખ' પડી રહી છે. ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન અરજી રિજેક્ટ થયા પછી પંકજ ઠક્કરે ભુજની કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી. જેમાં અત્યાર સુધી ચાર વખત તારીખ પડી ચુકી છે. અને હવે આવતીકાલે વધુ એક વખત તારીખ પડી છે. સામાન્ય સંજોગોમાં આ પ્રમાણે જમીનની અરજીમાં સમય લાગતો નથી. પરંતુ જો જામીન કરનાર વ્યક્તિ સમય માંગે અથવા તો કોઈક કારણોસર બીજી તારીખ માંગે તો કોર્ટ માનવીય અભિગમ દાખવીને તેને સાંભળતી હોય છે. પરંતુ આ કિસ્સામાં વાત કઈંક અલગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોપારીની દાણચોરીના આ પ્રકરણમાં સામેલ અનિલ તરુણ પંડિત એક વખત ભુજમાં જમીન અરજી કરી ચુક્યો છે. જેને ભુજની કોર્ટે ગ્રાહ્ય રાખી નથી. પંકજ ઠક્કર તો હાઇકોર્ટમાં જઈ આવ્યો છે જયાં તેની સામેના લુધિયાણા DRIના કેસ સંદર્ભે જામીન ન આપવાની રજૂઆત પણ થઇ ચુકી છે. જેને પગલે પંકજે નીચલી કોર્ટ ભુજમાં અપીલ કરી છે. એક તરફ અનિલ પંડિતની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. અને બીજી બાજુ પંકજ ઠક્કર દ્વારા કોર્ટમાં તારીખો લેવામાં આવી રહી છે. જેનો સીધો અર્થ એવો થાય છે કે, પંકજ ઠક્કર દ્વારા ગુજરાત હાઇકોર્ટની અનિલ પંડિતની જમીન અરજીમાં શું ચુકાદો આવે છે તેની રાહ જોવામાં આવી રહી છે. 

સરકાર તરફથી થતી 'કડક' દલીલો 'ઢીલી' પડી ગઈ ગઈ છે ? : સોપારીની સ્મગલિંગ કરનારા ગાંધીધામના પંકજ ઠક્કર ઉપર DRI દ્વારા કરવામાં આવેલા અન્ય કેસ પણ કોર્ટમાં ચાલી રહ્યા છે. અગાઉ મળેલી જામીનની શરતોનું પણ પંકજે પાલન કર્યું નથી. દરમિયાન સોપારીની દાણચોરીમાં કચ્છ પોલીસ દ્વારા કરવામાં આવેલા કેસમાં પંકજ લાંબા સમયથી ભુજની ખાસ જેલ પાલારામાં કેદ છે. પ્રથમ જનારે ગળે ન ઉતરે તેવી જામીન લેવાની પંકજની આ અરજીમાં તેના દ્વારા સતત તારીખો લેવામાં આવી રહી છે. ત્યારે આ સંજોગોમાં સરકાર તરફથી પણ તેનો જોઈએ તેવો વિરોધ કરવામાં નથી આવી રહ્યો. સામાન્ય રીતે આ પ્રકારના કેસમાં સરકારી પક્ષ ધારદાર અને કડક દલીલો કરતો હોય છે તેમાં કોઈ બેમત નથી. પરંતુ પંકજની જામીન અરજીમાં કડક અને ધારદાર દલીલો ઢીલી પડી ગઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.