Cyber Cell Bordar Range Seizes Liquor : બોર્ડર રેન્જના સાયબર સેલએ મુન્દ્રાથી બે કરોડથી વધુનો ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડ્યો, વહેલી સવાર સુધી ચાલેલી કાર્યવાહી
એક સપ્તાહ પહેલા SMC દ્વારા ટ્રેનમાં કન્ટેનરથી લાવવામાં આવેલો ત્રણ કરોડનો જથ્થો પકડાયા બાદની કચ્છ પોલીસની મોટી કાર્યવાહી
(પ્રતિકાત્મક તસવીર )
WND Network.Bhuj (Kutch) : ગુજરાતમાં ખાસ કરીને કચ્છમાં મોટાપાયે દારૂની ઝડપી લેવાની કાર્યવાહી વચ્ચે બોર્ડર રેન્જના સાયબર સેલ દ્વારા મંગળવાર રાતે મુન્દ્રાથી ભારતીય બનાવટનો અંગ્રેજી શરાબનો મોટો જથ્થો ઝદીપ લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવાયા મુજબ રાતભર ચાલેલી આ કાર્યવાહીમાં બે કરોડથી પણ વધુની કિંમતનો શરાબનો જથ્થો પોલીસે કબ્જે કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અલબત્ત હજુ સુધી પોલીસે સત્તાવાર આ અંગેની કોઈપણ વિગતો જાહેર કરી નથી.
મુન્દ્રામાં ગોડાઉન બહાર ઉભેલા વાહનમાં મોટા પાટે ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીને પગલે બોર્ડર રેન્જના IG ચિરાગ કોરાડીયાએ તેમના સાયબર સેલને રેડ કરવાની સૂચના આપી હતી. જેને પગલે દારૂનો મોટો કચ્છ તેમજ અન્ય જગ્યાએ કટિંગ થઈને પહોંચે તે પહેલા જ બે વ્યક્તિ સહીત માલને દબોચી લેવામાં આવ્યો હતો. વહેલી સવાર સુધી ચાલેલી આ કાર્યવાહીમાં હજુ કોઈ સત્તાવાર માહિતી રિલીઝ કરવામાં આવી નથી.
ટ્રેનમાં કન્ટેનરમાં દારૂનો જથ્થો મોકલવાની SMCની કાર્યવાહી બાદ પકડાયેલા બે રિમાન્ડ ચાલુ છે અને બુટલેગર અનોપસિંહને પણ જેલમાંથી લાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે તેવામાં તાજા પકડાયેલા માલમાં કોનું કનેક્શન છે અને કેવી રીતે મુન્દ્રા પહોંચ્યો તેની પણ તપાસ ચાલી રહી છે.
Web News Duniya