Exclusive:પેગાસસ કંપનીના કરોડોના કૌભાંડમાં તપાસ શરુ, IAS એસ.જે. હૈદર ત્રણ સપ્તાહની રજા ઉપર...

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તપાસ બાદ મામલો PMO સુધી પહોંચ્યો હોવાની પણ ચર્ચા...

Exclusive:પેગાસસ કંપનીના કરોડોના કૌભાંડમાં તપાસ શરુ, IAS એસ.જે. હૈદર ત્રણ સપ્તાહની રજા ઉપર...

જયેશ શાહ (વેબ ન્યૂઝ દુનિયા.કચ્છ) : ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા પેગાસસ નામની કંપનીની અઢી કરોડના કૌભાંડમાં રાજ્ય સરકાર દ્વારા તપાસ શરુ કરી દેવામાં આવી છે. આ મામલામાં ચીફ મિનિસ્ટર ઓફિસે (CMO) કલાઈટમેંટ ચેન્જ ડિપાર્ટમેન્ટનો હવાલો સાંભળી રહેલા સિનિયર IAS ઓફિસર એસ.જે.હૈદરની પૂછપરછ કરી હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે. સીએમઓમાં પૂછપરછ થયા પછી એસ.જે. હૈદર ત્રણ અઠવાડિયાની રજા ઉપર ઉતરી ગયા છે. અને તેમનો ચાર્જ એનર્જી ડિપાર્ટમેન્ટના અગ્ર સચિવ મમતા વર્માને આપવામાં આવ્યો છે. મમતા વર્મા દ્વારા છેલ્લા બે દિવસથી GEDAના ડિરેક્ટર શિવાની ગોયલ સહીત સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે. ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના સંયુક્ત સચિવ બિપિન તલાટીને પણ ઉર્જા વિભાગની મમતા વર્માની ઓફિસે બોલાવવામાં આવ્યા હતા. જેને પગલે આગામી દિવસોમાં કોઈ મોટો ખુલાસો થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે. 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, GEDA દ્વારા પેગાસસ કંપનીને 2.40 કરોડ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી હતી. જેને  ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ દ્વારા રાઈટ ઓફ (માફ કરીને) સાવ મામુલી રકમમાં તબદીલ કરી દેવામાં આવી હતી. રાજ્ય સરકારનાં કલાઈટમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ હેઠળ આવતી એજન્સી GEDA દ્વારા પેગાસસ નામની કંપનીને સોલાર રિન્યુએબલ એનર્જીનાં કામ માટે કોન્ટ્રકટ આપવામાં આવ્યો હતો. જેમાં નિયત કામગીરી ન કરવા બદલ GEDA એ આ કંપનીને રૂપિયા 2.40 કરોડની પેનલ્ટી ફટકારી હતી. GEDAનાં ડાયરેક્ટર એવા યુવા મહિલા IAS અધિકારી શિવાની ગોયલે આ મામલે કડક કામગીરી કરવામાં આવી હતી. જેને પગલે કંપનીને અઢી કરોડ જેટલી માતબર રકમ આપવા સિવાય કોઈ છૂટકો ન હતો. પરંતુ અચાનક ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ દ્વારા પેગાસસ કંપનીનું તમામ દફતર GEDAમાંથી મંગાવીને કરોડો રૂપિયાની પેનલ્ટીની રકમ રાઈટ ઓફ કરીને તેને સામાન્ય રકમમાં ફેરવી દેવામાં આવી હતી. જેને પગલે આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. 

GEDAના ચેરમેનને જ ક્લાઈમેટ ડિપાર્ટમેન્ટનો ચાર્જ !

કલાઈટમેંટ ચેન્જ ડિપાર્ટમેન્ટનો હવાલો સાંભળી રહેલા IAS એસ.જે.હૈદર ત્રણ અઠવાડિયાની રજા ઉપરી ઉતરી જતા રાજ્ય સરકારે તેમનો ચાર્જ ઉર્જા વિભાગના પ્રિન્સિપલ સેક્રટરી મમતા વર્માને આપ્યો છે.પરંતુ મજાની વાત એ છે કે, મમતા વર્મા  GEDAના રેગ્યુલરચેરમેન છે. વળી મમતા વર્મા હૈદરથી પાંચ વર્ષ જુનિયર છે. GEDAના ડિરેક્ટરનાચાર્જની સ્ટોરી પણ બહુ રસપ્રદ છે. છેલ્લે જયારે થોડા સમય અગાઉ રેગ્યુલર ડિરેક્ટર IAS શિવાની ગોયલ લીવ ઉપર ગયા હતા ત્યારે તેમનો હવાલો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની નીચે આવતા હાયર એજ્યુકેશનનાં કમિશનર એમ.નાગરાજનને આપવામાં આવ્યો હતો. જેમના અલ્ટીમેટ બોસ એસ.જે.હૈદર છે. આ અગાઉ જેડાના ડિરેક્ટરનો ચાર્જ મહિલા IAS એસ. છાકછુકને આપવામાં આવતો હતો.  છાકછુક GEDAમાં કામ કરી ચુક્યા છે. અને તેમની ઇમેજ પણ શિવાની ગોયલ જેવી પ્રામાણિક અને કડક અધિકારી તરીકેની છે. 

1200થી વધુ કંપનીની ડિપોઝીટના નાણાં બાકી, છતાં એક જ કંપની પેગાસસ ઉપર આટલો પ્રેમ કેમ ?

GEDA સાથે અનેક કંપનીઓ સંકળાયેલી છે. જેમાં ઘણી કંપનીઓએ સફળ કામગીરી કરવા છતાં તેમની ડિપોઝીટ સિક્યોરિટીની રકમ પાછી આપવામાં આવી નથી. સુત્રોનું માનીએ તો, 1200 થી પણ વધુ કંપની એવી છે જેમને GEDA પાસેથી લાખો રૂપિયાની રકમ લેવાની નીકળે છે. ત્યારે માત્ર એક કંપની માટેનો સિનિયર આઈએએસ અધિકારીનો પ્રેમ ઘણું સૂચવે છે.