SMC raid in West Kutch Police Mankuva : પશ્ચિમ કચ્છની પ્રામાણિક પોલીસનો પર્દાફાશ, SMCની ટીમએ એક મહિનામાં બીજી રેડ કરી, આ વખતે માનકુવા પોલીસ મથકની હદમાં કેરા પાસે કટિંગ થઈ રહેલો શરાબનો જથ્થો પકડ્યો

પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં DGPના સ્ટેટ મોનીટરીંગ સેલની પાંચમી કાર્યવાહી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસ સામે શાખનો સવાલ, 800 પેટી શરાબના માલ સાથે 13 મજુર અને બુટલેગર અનોપસિંહના ચાર માણસ પણ પકડાયા

SMC raid in West Kutch Police Mankuva : પશ્ચિમ કચ્છની પ્રામાણિક પોલીસનો  પર્દાફાશ, SMCની ટીમએ એક મહિનામાં બીજી રેડ કરી, આ વખતે માનકુવા પોલીસ મથકની હદમાં કેરા પાસે કટિંગ થઈ રહેલો શરાબનો જથ્થો પકડ્યો

WND Network.Bhuj (Kutch) : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય (DGP IPS Vikas Sahay)ના તાબા હેઠળ આવતા સ્ટેટ મોનીટરીંગ સેલ (State Monitoring Cell - SMC) દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસના વિસ્તારમાં એક માસમાં બીજી રેડ કરવામાં આવી છે. માંડવી તાલુકાના ત્રગડી ગામના ક્વોલિટી કેસ બાદ SMCની ટીમ દ્વારા આ વખતે રવિવારે વહેલી સવારે માનકુવા પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા કેરા પાસે શરાબનો મોટો જથ્થો પકડવામાં આવ્યો છે. શરાબનું કટિંગ એટલે કે ડીટ્રીબ્યુશન થઈ રહ્યું હતું ત્યારે જ SMCની ટુકડી ત્રાટકી હતી. રેડ દરમિયાન 800 પેટી શરાબના માલ સાથે 13 મજુર અને બુટલેગર અનોપસિંહના ચાર માણસને પણ દબોચી લેવામાં આવ્યા છે. અલબત્ત બુટલેગર અનોપસિંહ હાથ લાગ્યો નથી. SMCની કાર્યવાહીને પગલે કડક અને પ્રામાણિક માનવામાં આવતી પશ્ચિમ કચ્છની પ્રામાણિક પોલીસનો પર્દાફાશ થયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રવિવારે વહેલી સવારે માનકુવા પોલીસ મથક હદ વિસ્તારમાં કેરા સીમમાં બુટલેગર અનોપ રાઠોડની જગ્યાએ શરાબનું કટિંગ થઈ રહ્યું હતું તે વેળાએ જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી. પ્રાથમિક વિગતો પ્રમાણે SMCએ દારૂના કટિંગ વેળાએ રેડ કરીને એક બલ્કર (ટ્રક), એક સ્કોર્પીયો, એક આઈસર ટેમ્પો, 800 પેટી શરાબનો જથ્થા સાથે 13 જેટલા મજુર અને બુટલેગર અનોપસિંહના ચાર માણસોને દબોચી લીધા છે.  

પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા દ્વારા PI - PSIની જાહેર હિતમાં કરવામાં આવેલી બદલીમાં પધ્ધર પોલીસ મથકેથી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.રાણાને માનકુવા પોલીસ મથકમાં મુકવામાં આવ્યા હતા. ઇન્સ્પેક્ટર રાણાના માનકુવાના કાર્યકાળમાં SMCની આ બીજી ક્વોલિટી કેસ વાળી કાર્યવાહી છે. પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં DGPના સ્ટેટ મોનીટરીંગ સેલની આ સતત પાંચમી કાર્યવાહી છે. પરંતુ અત્યાર સુધી માત્ર એક જ વખત LCBના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમા સામે બદલીરૂપી કાર્યવાહી કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે, કડક અને પ્રામાણિક માનવામાં આવતા ભુજના SP વિકાસ સુંડા (IPS Vikas Sunda) ક્યા પોલીસ અધિકારી કે કર્મચારીની સામે કાર્યવાહી કરે છે.