Kutch Border Breaking Pakistani Nab : ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાની ઘટનાઓ વચ્ચે કચ્છની રણ સીમાએથી પાકિસ્તાની અફઝલને BSF એ ફેન્સીંગ ક્રોસ કરીને ભારતમાં ઘુસતા ઝડપ્યો

વિઘાકોટ પાસે આવેલા બોર્ડર પિલર નંબર 1125ની ફેન્સિંગને ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી સીમા સુરક્ષા દળની ટુકડીએ ઝડપી લીધો હતો

Kutch  Border  Breaking Pakistani Nab : ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાની ઘટનાઓ વચ્ચે કચ્છની રણ સીમાએથી પાકિસ્તાની અફઝલને BSF એ ફેન્સીંગ ક્રોસ કરીને ભારતમાં ઘુસતા ઝડપ્યો

WND Network.Khavda : કચ્છની સીમાએથી ડ્રગ્સ મળી આવવાની અનેક ઘટના વચ્ચે BSF એ કચ્છની રણ સીમાએ ફેન્સીંગ ક્રોસ કરી ભારતમાં ઘુસી રહેલા પાકિસ્તાનના સિયાલકોટના અફઝલ નામના પાકિસ્તાની ઘૂસણખોરને શુક્રવારે સવારે ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન તેની પાસેથી કોઈ જોખમી કે શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. સીમા સુરક્ષા દળ દ્વારા પકડી લીધા બાદ અફઝલે તેમની પાસે પાણી અને સિગારેટની માંગણી કરી હતી. જે જગાએથી અફઝલ ને દબોચી લેવામાં આવ્યો છે તે બોર્ડર પિલર નંબર 1125 ની નજીક પાકિસ્તાનનું મીઠાઈ નામનું ગામ આવેલું છે. જો કે પ્રારંભિક પૂછપરછમાં તે સિલકોટનો વતની હોવાની કબૂલાત તેણે કરી છે. 

જે જગ્યાએથી બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા પાકિસ્તાની ઘૂસણખોર અફઝલને પકડી લેવામાં આવ્યો છે ત્યાંથી પાકિસ્તાનનું અલીબંદર નામની જગ્યા માત્ર 18 કિલોમીટર દૂર આવેલી છે. ત્રીસ વર્ષના આ પાકિસ્તાની ઘૂસણખોર પાસેથી હાલ કોઈ શંકાસ્પદ કે જોખમી સામગ્રી મળી નથી. છતાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેની સઘન તલાસી અને પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, લગભગ છએક મહિના પછી કચ્છમાં બોર્ડર ક્રોસિંગની આ ઘટના સામે આવી છે. અગાઉ જાન્યુઆરી,2024માં બોર્ડર પિલર નંબર 1137થી એક ઘૂસણખોર ઝડપાયો હતો. કચ્છના, ખાસ કરીને ગુજરાતના દરિયા કિનારાઓથી જે રીતે છેલ્લા કેટલાય દિવસથી ડ્રગ્સના પેકેટ પકડાઈ રહ્યા છે તેવામાં ઘૂસણખોરીની આ ઘટના સાથે તેનો કોઈ સંબંધ છે કે કે તે દિશામાં પણ BSFની ઇન્ટેલ એજન્સી તપાસ કરી રહી છે.