Kutch Ekalnath Devnath Controversy : કચ્છ એકલનાથના દેવનાથ રાહુલ ગાંધીના રાજકારણમાં ભરાઈ ગયા, કહેવું પડ્યું કે - 'ભાજપના રૂપાલાના નિવેદનનો પણ વિરોધ કરું છું !'

રાહુલ ગાંધીના રાજા રજવાડાના મામલે નિવેદન કર્યું તો હજારો ક્ષત્રિયોએ ફોનનો મારો ચલાવીને પૂછ્યું, 'ભાજપના રૂપાલા વખતે કેમ કાંઈ બોલ્યા ન હતા ?' - વિડીઓમાં જુવો કેવો ખુલાસો કર્યો છે

WND Network.Rapar (Kutch) : ગુજરાતમાં ક્ષત્રિયોના આકરા વિરોધ વચ્ચે રાહુલ ગાંધીના રાજા રજવાડા અંગેના નિવેદનને માથે લઇને ફરતા ભાજપના નેતાઓ - કાર્યકરોને રાજપૂત સમાજના જાગૃત લોકો આકરો જવાબ આપી રહ્યા છે. તેમાં હવે પૂર્વ કચ્છ એકલનાથના દેવનાથનું નામ પણ ભાળ્યું છે. કોંગ્રેસના રાહુલ ગાંધીના 'રાજા રજવાડા' અંગેના નિવેદનને લઈને કચ્છ સહીત આખા ગુજરાતમાંથી ક્ષત્રિયોનો વિરોધનો સામનો કરી રહેલા દેવનાથને આખરે કહેવું પડ્યું છે કે, તેઓ ભાજપના રૂપાળા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલા નિવેદનનો પણ વિરોધ કરે છે. તેમણે પોતાના વિડિઓ ખુલાસામાં કહ્યું કે, ભાજપના રાજકોટના ઉમેદવાર રૂપાલાએ જેવા નેતાએ ક્ષત્રિય સમાજ સંદર્ભે નિવેદન નહોતું કરવું જોઈતું. દેવનાથે આ અંગે વિડિઓ પ્રસિદ્ધ કરીને આ અંગેનો ખુલાસો કર્યો છે. 

દેવનાથે તેમના વિડીઓમાં કહ્યું કે, ક્ષત્રિય સાંજને એમ લાગે છે કે તેઓ ભાજપના રૂપાળા અંગે કેમ કાંઈ બોલતા નથી. ત્યારે મારે કહેવું છે કે, હું જેમ રાહુલ ગાંધીના રાજા - મહારાજા અંગેના નિવેદનની ટીકા કરું છું તેમ ભાજપના પરષોત્તમ રૂપાળાની પણ ટીકા કરું છું. રૂપાલાના નિવેદન લઈને દેવનાથે ઉમેર્યું કે, તેમણે ભાજપના રુપાલાનું તેમના વિવાદિત બોલ અંગે કોઈ દિવસ સમર્થન કર્યું નથી. મેં કાલે પણ તેમની (રૂપાળા)ની ટીકા કરી હતી અને આજે પણ નિંદા કરું છું. હું હંમેશા કહેતો આવ્યો છું કે, આવડા મોટા નેતાઓએ જાહેર મંચ ઉપરથી કોઈપણ સમાજની, ખાસ કરીને મહિલાઓ અંગે ટીકા કે નિવેદન ન આપવા જોઈએ. 

અગાઉ પણ રાહુલના મુદ્દે ટવીટ કરવા જતા વિવાદ થયેલો :- રાહુલ ગાંધી અંગે કચ્છના દેવનાથ દ્વારા તેમના નામ અંગેની કરવામાં આવેલી X મીડિયા (ત્યારે ટવીટર ઉપર) ઉપરની તેમની પોસ્ટ બાદ વર્ષો જુના વિવાદે માર્ચ, 2023માં હોળી વખતે 'રંગ' પકડ્યો હતો. યોગી દેવનાથ દ્વારા રાહુલ ગાંધી માટેની ટવીટર ઉપરની ટિપ્પણી (પોસ્ટ) કરવામાં આવતા ઇન્ડિયન યુથ કોંગ્રેસના નેશનલ પ્રેસિડેન્ટ શ્રીનિવાસે જે તે સમયે યોગી દેવનાથે કેવી રીતે મહિલા (મિતાલી શાહ ) બનીને ફોલોઅર્સ વધાર્યા હતા તે અંગેની કોમેન્ટ કરી હતી. જેમાં તેમણે 'Alt' ફેક્ટ ફાઈન્ડર વેબસાઈટના ઝુબેર દ્વારા કરવામાં આવેલી પોસ્ટનો હવાલો આપીને બહેન બનીને ફોલોઅર્સ વધારતા શરમ નથી આવતી તેવું મહેણું માર્યું હતું. તે વખતે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા યોગી દેવનાથનો જયારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમને કઈંક આવો ખુલાસો કર્યો હતો. દેવનાથે જણાવ્યું હતું કે, વર્ષ 2017 દરમિયાન તેમનું ટવીટર એકાઉન્ટ હેક થઈ ગયું હતું. અને તે માટે તેમણે પૂર્વ કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારબાદ ઓચિંતું ફરી વખત તેમનું નામ પાછું આવી ગયું હતું. અને આ સમયગાળા દરમિયાન તેમના ફોલોઅર્સ વધ્યા હતા. અને પોર્ન સ્ટાર સની લિયોનીને પણ તેમના હેક થયેલા એકાઉન્ટમાંથી જ પોસ્ટ કરવામાં આવી હતી. તેવું એમણે વાતચીત દરમિયાન કહ્યું હતું. 

શું હતો X મીડિયાના (ટવીટર) ઉપરનો દેવનાથનો @Mitalishah121માંથી @YogiDevnath2 નો વિવાદ :-  કચ્છના યોગી દેવનાથનાં ટવીટરના વેરિફાઇડ એકાઉન્ટ @YogiDevnath2 ઉપરથી વર્ષ 2017માં એક પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં નામ અને ફોટો તો દેવનાથનો દેખાતો હતો પરંતુ પોસ્ટમાં 'આપ લોગો કે ઐસે હી એક બહન કો પ્યાર મિલતા રહે, ધન્યવાદ' એવું લખેલું જોવા મળ્યું હતું. જેનો અર્થ એવો થાય છે કે, પોસ્ટની વિગતો એડિટ નથી થઈ પરંતુ એકાઉન્ટ પ્રોફાઈલ એડિટ કરવામાં આવેલું છે. અને આ માટે 'Alt' વેબસાઈટના ઝુબેરે પણ પોસ્ટ કરી હતી કે, 'મુબારક હો બહેના, લડકિયોં કે નામ સે ટવીટર  પે એકાઉન્ટ બનાઓ ઔર ભક્તો કો બેવકૂફ બનાકર ફોલોઅર્સ બઢાઓ, ફિર નામ બદલ કર અસલી નામ રખ લો, ઔર ફિર વેરિફાઇડ કરવા લો' 

કોણ છે આ કચ્છ એકલનાથના દેવનાથ :- ટવીટર ઉપર દેવનાથના નામે જુદા જુદા પાંચ હેન્ડલ (એકાઉન્ટ) હતા. જેમાં એમનું પોતાનું વેરિફાઇડ થયેલું એકાઉન્ટ @YogiDevnath2 છે. જયારે બાકીના તેમના ફેન કલબ, ટીમ વગેરેના નામથી બનવવામાં આવેલા હતા. ટવીટર ઉપરના તેમના પ્રોફાઈલ મુજબ યોગી દેવનાથ જે તે સમયે હિન્દૂ યુવા વાહિનીના ગુજરાતના વર્તમાન પ્રભારી તરીકે જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેઓ અખિલ ભારત સાધુ સમાજના મેમ્બર તથા કચ્છ સંત સમાજના પૂર્વ અધ્યક્ષ પણ છે. તેઓ RSS તથા ભાજપ સાથે સંકળાયેલા છે. તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે કચ્છમાંથી રાપર બેઠક માટે ભાજપમાંથી ટિકિટ માંગી હતી. અને ટિકિટ ન મળવાને કારણે તેઓ નારાજ થયા હતા. તેમની આ નારાજગી જાહેરમાં જોવા મળી હતી. જો કે પાછળથી તેઓ માની ગયા હતા. અને ભાજપના ઉમેદવારની રેલીમાં ફરતા જોવા મળ્યા હતા. હાલમાં દેવનાથના X મીડિયા એકાઉન્ટ ઉપર તેઓ સનાતન ધર્મ સંરક્ષણ સમિતિના ગુજરાતના પ્રવક્તા #RSS #BJP તરીકેનો પરિચય આપીને તેઓ પણ મોદી કે પરિવાર હોવાનો દાવો કરી રહ્યા છે. 

(દેવનાથના વિવાદિત ટવીટર પોસ્ટ એકાઉન્ટ સંબંધી ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો https://webnewsduniya.com/Kutch-Yogi-Devnath-Fack-Tweeter-Controversy-09032023 )