Kutch Breaking : SP સૌરભ સિંગની ઇન્ટેલિજન્સ એજન્સી રૉ (R&AW)માં નિમણુંક, ગુજરાતના IPS અધિકારીઓ માટે ફેવરિટ ડેપ્યુટેશન ડેસ્ટિનેશન

ગુજરાત સરકારના નોટિફિકેશન પ્રમાણે પશ્ચિમ કચ્છના SP સૌરભ સિંગને 31મી મેના રોજ સાંજે ગુજરાત સ્ટેટ કેડરમાંથી મુક્ત કરવામાં આવ્યા

Kutch Breaking : SP સૌરભ સિંગની ઇન્ટેલિજન્સ એજન્સી રૉ (R&AW)માં નિમણુંક, ગુજરાતના IPS અધિકારીઓ માટે ફેવરિટ ડેપ્યુટેશન ડેસ્ટિનેશન

WND Network.Bhuj (Kutch) : કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન ઉપર જઈને કામ કરવાનું ચલણ વધ્યુ છે. તેવામાં ગુજરાત કેડરના વધુ એક IPS અધિકારી એવા પશ્ચિમ કચ્છના SP સૌરભ સિંગને કેન્દ્ર સરકારમાં ડેપ્યુટી કરીને દેશની પ્રીમિયર ઇન્ટેલિજન્સ એજન્સી રૉ (R&AW)માં સિનિયર એક્ઝિક્યુટિવ કેડરમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તેમની પાછળ હજુ એક ગુજરાત કેડરના આઇપીએસ ATSમાં DIG તરીકે કામ કરી રહેલા મૂળ કેરળના એવા વર્ષ 2007ની બેચના IPS દીપન ભદ્રન પણ રૉ એજન્સીમાં જઈ શકે છે. 

ગુજરાત સરકારના નોટિફિકેશન પ્રમાણે પશ્ચિમ કચ્છના SP સૌરભ સિંગને 31મી મેના રોજ સાંજે ગુજરાત સ્ટેટ કેડરમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. અલબત્ત તેમની જગ્યાએ કોને મુકવામાં આવ્યા છે તેનો ઓર્ડર થયો નથી. સંભવ છે કે, તેમનો ચાર્જ ગાંધીધામના એસપીને સોંપવામાં આવે. 

વડાપ્રધાન કાર્યાલયના સીધા નિયંત્રણમાં આવતી દેશની પ્રીમિયર ઇન્ટેલિજન્સ એજન્સી રૉ (R&AW)માં પશ્ચિમ કચ્છના SP એવા વર્ષ 2012ની બેચના IPS સૌરભ સિંગ કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ ઉપર જાય તેવી સંભાવના લાંબા સમયથી હતી. અને તેમનું ડેપ્યુટેશન  ફાઇનલ જ હતું.  આમ પણ તેમને ભુજમાં ત્રણ વર્ષ પુરા થઈ રહ્યા છે એટલે લોકસભાની ચૂંટણી પહેલા તેમની ટ્રાન્સફર નક્કી હતી.  હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધી દેખરેખ હેઠળ કામ કરતી આ એજન્સીમાં ગુજરાત કેડરનાં  IPS હિમાંશુ શુક્લ, અંતરિપ સુદ અને સંદીપ ચૌધરી ઓલરેડી કામ કરી રહ્યા છે.