Gujarat IAS-IPS Transfer : અભિનંદન કચ્છ ! સવાયા કચ્છી વડાપ્રધાન મોદીની નેજા હેઠળની ગુજરાતની ભાજપની સરકારે આ વખતે પણ તમને SP ન આપ્યા, દોઢ મહિનાથી ભુજ ભુજ SP પોસ્ટ ખાલી !

રાજ્યની ભુપેન્દ્ર પટેલની સરકારે IAS-IPS ની ટ્રાન્સફરના હુકમ કર્યા, IAS રાજીવ ટોપનો GST કમિશનર, IAS વિનોદ રાવમાંથી શિક્ષણ છૂટ્યું, આઠ IPSને પણ બદલ્યા, રાજકોટના પૂર્વ પોલીસ કમિશનરને અંતે ADG હથિયારી એકમમાં પોસ્ટિંગ મળ્યું

Gujarat IAS-IPS Transfer : અભિનંદન કચ્છ ! સવાયા કચ્છી વડાપ્રધાન મોદીની નેજા હેઠળની ગુજરાતની ભાજપની સરકારે આ વખતે પણ તમને SP ન આપ્યા, દોઢ મહિનાથી ભુજ ભુજ SP પોસ્ટ ખાલી !

WND Network.Gandhinagar : 31મી જુલાઈના રોજ રાજ્યમાંથી કેટલાક IAS - IPS વાય મર્યાદાને લીધે નિવૃત્ત થઈ રહ્યા હતા એટલે બુધવારે રાજ્યની સરકારને મજબૂરીમાં IAS-IPSની બ બદલીનો નાનો રાઉન્ડ લેવો પડ્યો હતો. મજબૂરીમાં એટલા માટે કહી શકાય કે અમુક મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ચાર્જ ઉપર ચાલતી હોવા છતાં અહીં કોઈ નિયમિત સનદી અધિકારીની પોસ્ટિંગ કરવામાં આવી નથી. ખાસ કરીને સરહદી જિલ્લા કચ્છમાં ભુજ SPની જગ્યા દોઢેક મહિનાથી ખાલી છે છતાં પટેલની સરકારે આઠ IPSને બદલવા છતાં અહીં SPની નિમણુંક કરવામાં આવી નથી. આજે કરવામાં આવેલા ઓર્ડરમાં આઠ IPS તેમજ 18 IASમી બદલી કરવામાં આવી છે. જેમાં ધ્યાન ખેંચે તેવી પોસ્ટિંગ IAS રાજીવ ટોપનો અને IPS રાજુ ભાર્ગવની છે. ભાર્ગવ રાજકોટના TRP ગેમ કાંડ બાદ રાજકોટના પોલીસ કમિશનર પદેથી હટાવી દેવામાં આવ્યા હોતા. અને તેમને પોસ્ટિંગ પણ આપવામાં આવ્યું ન હતું. તેમને હથિયારી એકમમાં ગાંધીનગરમાં એડિશનલ DG તેમજ IAS રાજીવ ટોપનો ને સ્ટેટ GST કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

ગુજરાત સરકાર દ્વારા આજે કરવામાં આવેલા IAS ઓફિસરની ટ્રાન્સફરના ઓર્ડરમાં અધિક મુખ્ય સચિવ (ACS) IAS સુનયના તોમરને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગથી બદલીને શિક્ષણ વિભાગમાં મુકવામાં આવ્યા છે. કોરોના કાળ વખતે ટીવીમાં ચમકતા હતા તે IAS ડૉ. જયંતિ રવીને સેન્ટ્રલના ડેપ્યુટેશન ઉપરથી પરત આવતા તેમને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે IAS મનોજ કુમાર દાસ (એમ.કે,દાસ)ની જગ્યાએ નિમણુંક આપવામાં આવી છે. અન્ય ઓર્ડરમાં IAS દાસને CMO માં મુકવામાં આવ્યા આ છે. તેમને ગૃહ વિભાગનો પણ હવાલો આપવામાં આવ્યો છે.  શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ), સચિવાલય, ગાંધીનગરના સ્થાને મુકેશ કુમાર, IAS ની બદલી કરવામાં આવી છે. એસ. જે. હૈદરને ઉર્જા અને પેટ્રો કેમિકલના અધિક મુખ્સ સચિવ, ડૉ. ટી નટરાજને નાણાં વિભાગના મખ્ય સચિવ બનાવ્યા છે. IAS  મુકેશ કુમારને રાવની જગ્યાએ શિક્ષણમાં મુકવામાં આવ્યા છે. અંજુ શર્માને  ACS કૃષિ અને વેલફેર, જેપી ગુપ્તા ટ્રાઇબલ ડેવલપમેન્ટ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે તેમજ મમતા વર્માની ACS ઉદ્યોગ અને ખાણ તરીકે નિમુણક કરવામાં આવી છે.  જયારે વાહન વ્યવહાર કમિશનર તરીકે અનુપમ આનંદનું પોસ્ટિંગ થયું છે. 

IPS ઓફિસરની ટ્રાન્સફરમાં મક્કમ સરકાર કેમ મૂંઝાય છે ? : IAS ઓફિસર્સના ટ્રાન્સફર ઓર્ડરની સાથે સાથે રાજ્યની મક્કમ કહેવાતી સરકારે આઠ IPS અધિકારીના પણ બદલીના હુકમ કાર્ય છે. પરંતુ એકમાત્ર IPS રાજુ ભાર્ગવને બાદ કરતા બાકીના ઓફિસર્સની પોસ્ટિંગ કરવી પડતી હોય તેવું દેખાય છે. આજે બુધવારે 31મી જુલાઈના રોજ બે IPS એડિશનલ DG આર.બી.ભ્રહ્મભટ્ટ અને IG સુભાષ ત્રિવેદી વાય મર્યાદાને લીધે નિવૃત્ત થયા છે. પરંતુ સરકારે તેમની જગ્યાએ કોઈને હજુ મુખ્ય નથી. મતલબ કે સરકાર માટે ઇન્ટેલિન્સ બ્યુરો (IB) અને CID ક્રાઇમ કેટલું મહત્વનું છે તે દેખાય છે. 

હજુ એક રાઉન્ડ આવશે બદલીનો : જે રીતે સરકારે માત્ર કરવા ખાતર આઈએએસ અને આઇપીએસ અધિકારીઓને બદલ્યા છે તેને જોતા આગામી દિવસોમાં વધુ ટ્રાન્સફર ઓર્ડર થઇ શકે છે. કારણ કે અમુક જિલ્લામાં SP, DDO વગેરે જેવી પોસ્ટ ચાર્જ ઉપર ચાલી રહી છે. સરકારની ગુડ બુકમાં રહેલા ઓફિસર માટે સરકાર નિરાંતે વિચારેને પોતાને અનુકૂળ હોય તેવું ઉપરથી પૂછીને પોસ્ટિંગ કરશે.